મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દેવભૂમિ દ્વારકાના ધુમથરમાં 4 લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન, કોસ્ટગાર્ડ દ્વારા એરલિફ્ટ કરાયા

દેવભૂમિ દ્વારકાની તો વરસાદે હાલત બગાડી નાખી છે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ધુમથર ગામમ

 દેવભૂમિ દ્વારકાની તો વરસાદે હાલત બગાડી નાખી છે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના  ધુમથર ગામમાં ભારે વરસાદ વરસ્યો હતો.  ભારે વરસાદને કારણે  ધુમથર ગામ બેટમાં ફેરવાયું હતું, આ ગામમાં  4 લોકો ફસાયા હતા. આ તમામનું  કોસ્ટગાર્ડ દ્વારા રેસક્યું કરવામાં આવ્યું હતું.  ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા લોકોને કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા એર લીફ્ટિંગ કરવામાં આવ્યું હતું.

રેસ્ક્યું કરીને તમામને  સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

રેસ્ક્યું કરીને તમામને  સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હવામાન વિભાગે જાહેર કરેલા તાજેતરના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ 11થી 12 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. 

દ્વારકાના ભાણવડમાં છેલ્લા 34 કલાકમાં પોણા 12 ઈંચ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં  238 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમી દ્વારકામાં વરસ્યો હતો. ભાણવડમાં પોણા 12 ઈંચ, કલ્યાણપુરમાં સાડા 10 ઈંચ, દ્વારકામાં સાડા આઠ ઈંચ, ખભાળિયામાં નવ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે સ્ટેટ હાઈવે, શહેરના માર્ગો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

આ સમાચાર શેર કરો