મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પોરબંદર કોસ્ટગાર્ડનું દિલધડક રેસક્યુ, ઇરાન જઇ રહેલા વહાણમાં ખામી સર્જાતા 12 ક્રુનું રેસક્યુ કરાયું

પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં દિલધડક રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોરબંદરથી ઇરાન જ

પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં દિલધડક રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોરબંદરથી ઇરાન જઇ રહેલા વાહણમાં ટેકનિકલ ખામી સર્જાતા કોસ્ટગાર્ડ દ્વારા 12 ક્રુનોનું રેસક્યું કરવામાં આવ્યું હતું. સલાયાના અલ પીરાના પીર નામનું વહાણ પોરબંદરથી ચણા ભરી ઇરાન જતું હતું આ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઇ હતી. વહાણના 12 ક્રુએ એએમ.આર.સીસી.મુંબઇનો સંપર્ક કરી વહાણ અને સવાર ક્રુને બચાવવા માટે મદદ માંગી હતી. એમ.આર.સી.સી મુંબઇ અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં દિલધડક રેસક્યુ ઓપરેશન કરીને તમામને બચાવી પોરબંદર કોસ્ટગાર્ડ જેટી પર લાવવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો