મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કીમ નદીમાં ઘોડાપુર, અનેક ગામોમાં પાણી ભરાતા રેસ્ક્યુ ઓપરેશન

સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે કીમ નદીમાં જળસ્તર વધતા નદી ગાંડીતૂર બની છે. કીમ નદીમાં

તસવીર: gstv

સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે કીમ નદીમાં જળસ્તર વધતા નદી ગાંડીતૂર બની છે. કીમ નદીમાં ઘોડાપુર આવતા કીમ ચાર રસ્તા અને મોટી નરોલી GIDC સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પાણીમાં ફસાયેલા લોકોને SDRFની ટીમ અને સ્થાનિક પોલીસે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. કીમ નદીના પાણી અનેક ગામોમાં ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમાચાર શેર કરો