VIDEO: રાહુલ ગાંધીને વિવાદિત નિવેદન મામલે અલાહાબાદ હાઈકોર્ટમાંથી મોટી રાહત, અરજદારની અરજી ફગાવી
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પોતાના વિવાદિત નિવેદન મામલે અલાહ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પોતાના વિવાદિત નિવેદન મામલે અલાહાબાદ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ નવા કોંગ્રેસ મુખ્યાલય 'ઈન્દિરા ભવન'ના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે પોતાની લડાઈ RSS, ભાજપ અને 'ઈન્ડિયન સ્ટેટ' સામે હોવાનું જણાવતા રાજકીય ગરમાવો આવ્યો હતો.
ભાજપે આ નિવેદનને દેશવિરોધી ગણાવી રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા, જે અંતર્ગત સિમરન ગુપ્તા દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે, આ મામલે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન આ અરજીને ફગાવી દીધી છે, જેનાથી કાયદાકીય સ્તરે આ વિવાદનો હાલ અંત આવ્યો છે.




