મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લંડનના વિરોધ પ્રદર્શનમાં PM મોદી સામે ટિપ્પણી બાદ રાજકોટની મયુરી પુરોહિત ચર્ચામાં

નીટ પેપર લીક આંદોલન દરમિયાન લંડનમાં વિરોધ પ્રદર્શન વખતે વડાપ્રધાન નરેન્દ્ર

તસવીર: gstv

નીટ પેપર લીક આંદોલન દરમિયાન લંડનમાં વિરોધ પ્રદર્શન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વિવાદિત ટિપ્પણી કરવાના મામલે રાજકોટની રહેવાસી મયુરી પુરોહિત ચર્ચાના કેન્દ્રમાં આવી છે. તેનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તેને ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે. મયુરીએ આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકો તેને પાકિસ્તાની મુસ્લિમ ગણાવીને માનસિક ત્રાસ આપી રહ્યા છે. બીજી તરફ, તેણે કાજલ હિન્દુસ્તાની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી છે. આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે અને રાજકારણ પણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે તે અગાઉ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર નવમાં ચૂંટણી એજન્ટ તરીકે પણ સેવા આપી ચૂકી છે.

આ સમાચાર શેર કરો