મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં દિવાળીની રાત્રે બે કાર ચાલકોએ અકસ્માત સર્જ્યો, દુર્ઘટનામાં કુલ 9 લોકો ઈજાગ્રસ્ત

રાજકોટમાં દિવાળીની રાત્રે બે અકસ્માત સર્જાયા હતા. બન્ને અકસ્માતમાં કુલ 9 લોકો ઈજાગ્રસ્ત થય

રાજકોટમાં દિવાળીની રાત્રે બે અકસ્માત સર્જાયા હતા. બન્ને અકસ્માતમાં કુલ 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાની ટળી હતી.  એક અકસ્માતમાં કાળા કલરની કારે બેફામ હંકારીને 9 વાહનોને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 6 લોકોને ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તમામ વાહનોને ગંભીર નુકસાન પહોંચાડ્યું હતું.

કારે 9 વાહનોને ટક્કર મારી

ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોંતી, અકસ્માત સર્જનાર કાર ચાલક હિરેન પ્રસાદિયા ભાગે તે પહેલા જ તેને ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને કાર ચાલક પર કાયદેસરની કાર્યવાહી કરી હતી. તો બીજી તરફ લોકોમાં એ ચર્ચા પણ હતી કે આ કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જયો હતો.

આ પણ વાંચો:ગુજરાત ભાજપના નેતાની પોસ્ટની ભારે ચર્ચા, લખ્યું ‘ગુનેગારોને પોલીસ 24 કલાક રક્ષણ આપે છે’

BRTS રૂટમાં કાર ચાલકે બાઈક સવારોને ટક્કર મારી

બીજા અકસ્માતની ઘટના અયોધ્યા ચોક પાસે થઈ હતી. BRTS રૂટમાં કાર ચાલકે બાઈક સવાર યુવાનોને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં ત્રણ યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થયો હતો, તો બીજી તરફ કારમાં બેસેલા અન્ય વ્યક્તિની પોલીસે અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો