મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે હાઈટેક કાર ચોર ગેંગનો કર્યો પર્દાફાશ

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે હાઈટેક ટેક્નોલોજીથી વાહનચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલી

તસવીર: gstv

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે હાઈટેક ટેક્નોલોજીથી વાહનચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મુકેશકુમાર મેઘવાલ અને સલામ ઉર્ફે છોટિયો યુસુફ ખાનની ધરપકડ કરી તેમની પાસેથી ત્રણ ચોરાઉ કાર, બ્લૂટૂથ ડિવાઇસ, મેગ્નેટ, મોબાઇલ ફોન સહિત રૂ. 11.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ કારનો કાચ તોડી અંદર પ્રવેશ્યા બાદ મેગ્નેટથી સ્ટેરિંગ લોક અનલોક કરતા અને એપ્લિકેશન સાથે બ્લૂટૂથ ડિવાઇસ કનેક્ટ કરી માત્ર પાંચ મિનિટમાં કાર સ્ટાર્ટ કરીને ફરાર થઈ જતા હતા. તપાસમાં સુરેન્દ્રનગર, મહેસાણા અને જામનગરના વાહનચોરીના ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે જણાવ્યું કે આરોપી સલામ રાજસ્થાનમાં હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરીને ફરાર હતો. બંનેના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને રાજ્યના અન્ય વાહનચોરીના ગુનાઓમાં પણ તેમની સંડોવણીની તપાસ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો