VIDEO: રાજકોટ: મવડી મેઈન રોડ પર સિટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા રોષે ભરાયેલા લોકોએ કર્યો પથ્થરમારો
રાજકોટ શહેરના મવડી મેઈન રોડ પર સિટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચા

રાજકોટ શહેરના મવડી મેઈન રોડ પર સિટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ઈજા પહોંચી હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ બસ પર પથ્થરમારો કરીને ડ્રાઈવર સાઈડનો કાચ તોડી નાખ્યો હતો. ઘટનાની જાણ થતાં જ માલવિયાનગર પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે અકસ્માતના કારણો અને ઈજાગ્રસ્ત બાઈક ચાલકની સ્થિતિ અંગે વધુ તપાસ હાથ ધરી છે.




