VIDEO: રાજકોટ: ભાજપ કોર્પોરેટરના પતિ જુગાર રમતા ઝડપાયા
શ્રાવણ માસ પૂર્વે રાજકોટમાં ગાંધીગ્રામ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. લાખના બંગલા પાસે આવેલા 'વંશરાજ એન્ટરપ્

શ્રાવણ માસ પૂર્વે રાજકોટમાં ગાંધીગ્રામ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. લાખના બંગલા પાસે આવેલા 'વંશરાજ એન્ટરપ્રાઇઝ'માં તીનપત્તીના જુગાર પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ અમિતરાજ ચૌધરી સહિત ૫ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે.




