Video: ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ રાયપુર પતંગ બજાર ગ્રાહકોથી ઉભરાયું, છેલ્લી ઘડીએ ખરીદી કરવા પડાપડી
અમદાવાદમાં પતંગ-દોરીની ખરીદી માટે રાયપુર દરવાજા વિસ્તાર મોટું માર્કેટ છે. ઉત્તરાયણની પૂર
અમદાવાદમાં પતંગ-દોરીની ખરીદી માટે રાયપુર દરવાજા વિસ્તાર મોટું માર્કેટ છે. ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ રાયપુર પતંગ બજાર ગ્રાહકોથી ઉભરાયું છે. પતંગ-દોરી સહિતની ચીજવસ્તુઓની ખરીદી માટે બજારમાં ભારે ભીડ જામી છે. આ વખતે પતંગ-દોરીના ભાવમાં સાધારણ વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં પતંગરસિયાઓ પોતાના બજેટ પ્રમાણે ખરીદી કરી રહ્યા છે. છેલ્લી ઘડીની ખરીદી માટે અદાવાદના દિલ્હી દરવાજા, ટંકશાળ જેવા બજારોમાં પણ ભારે ભીડ ઉમટી છે. બપોર બાદ ખરીદી માટે ગ્રાહકો વધારે ઉમટે છે. આ વર્ષે પણ અલગ અલગ પ્રકારના પતંગો અને કિન્ના બાંધેલા પતંગોની માંગ વધુ છે.
જાહેરાત







