મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વટવાના મહાલક્ષ્મી તળાવ પાસે વરસાદી પાણી હજુ ઓસર્યા નથી, જો રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ?

ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. અનેક જિલ્લામાં પડેલા ભારે વરસાદથી નીચાણવાળા

 ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. અનેક જિલ્લામાં પડેલા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 

પાણી ભરાઈ રહેતા લોકોએ હાલાકી વેઠવી પડી રહી છે

અમદાવાદના વટવામાં ગઈકાલે પડેલા ભારે વરસાદને લઈને આજે પણ પાણી ભરાઈ રહેતા લોકોએ હાલાકી વેઠવી પડી રહી છે..વટવાના મહાલક્ષ્મી તળવા પાસે વરસાદ બાદ પણ પાણી ઓસર્યા નથી..તેમજ વાહનચાલકો અને રાહદારીઓએ હાલાકી વેઠવી પડી રહી છે. આ વિસ્તારમાં નજીવા વરસાદ બાદ પણ મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જાય છે. તંત્ર પણ ડ્રેનેજ લાઈનનું કામ ન કરતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો