VIDEO: સુરતમાં અચાનક વાતાવરણ બદલાતા વિવિધ વિસ્તારોમાં વરસાદ, ગરમીથી રાહત
સુરત શહેરમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને શહેરના વિવિધ વિસ્તારોમ

સુરત શહેરમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થયા છે. ખાસ કરીને ડભોલી, વેડરોડ, કતારગામ, સિંગણપોર અને ચોકબજાર સહિતના વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેના કારણે સ્થાનિક રહીશોને બફારા અને અસહ્ય ગરમીમાંથી કેટલાક અંશે મોટી રાહત મળી છે.




