VIDEO: વાઘપુરા શાળામાં વરસાદી પાણીનો કહેર
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી નજીક આવેલી વાઘપુરા પ્રાથમિક શાળામાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. વર્ગખ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી નજીક આવેલી વાઘપુરા પ્રાથમિક શાળામાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. વર્ગખંડોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી પુસ્તકો, ફર્નિચર અને અન્ય મહત્વપૂર્ણ શૈક્ષણિક સામગ્રીને ભારે નુકસાન થયું છે, જેના કારણે બાળકોનું દૈનિક શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.આ મુશ્કેલ પરિસ્થિતિમાં શાળાના સ્ટાફ અને ગ્રામજનોએ જાતે જ પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે. વાલીઓમાં બાળકોના ભવિષ્યને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે. આ નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરવામાં આવે અને તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.



