મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ ગ્રામ્યમાં વરસાદી પાણી ઓસર્યા, નળસરોવરમાં સ્થળાંતર કામગીરી ચાલુ

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદથી સર્જાયેલી જળબંબાકારની &nbs

તસવીર: gstv

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદથી સર્જાયેલી જળબંબાકારની  પરિસ્થિતિ વચ્ચે પોલીસ દ્વારા મહત્વનું અપડેટ સામે આવ્યું છે. જેના અનુસાર વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકામાં વરસાદી પાણી ધીમે ધીમે ઓસરવાની શરૂઆત થતાં નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ હવે નિયંત્રણ હેઠળ છે. જો કે, નળસરોવર વિસ્તારમાં ઘોડા અને ધરજી ગામના નીચાણવાળા ભાગોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની સ્થળાંતર કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. આ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે પોલીસ, વહીવટી તંત્ર અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે. તેમજ વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને પાણી ભરાયેલા જોખમી વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો