VIDEO: અમદાવાદના દરિયાપુરમાં ભારે વરસાદથી મકાન ધરાશાઈ, વૃદ્ધ મહિલાનું મોત
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા ડગરવાડના મન્સૂરી મોહલ્લામાં ભારે વરસાદના કારણ

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા ડગરવાડના મન્સૂરી મોહલ્લામાં ભારે વરસાદના કારણે જર્જરીત હાલતમાં એક મકાન મોડી રાત્રે અચાનક ધરાશાઈ થઈ ગયું હતું. આ દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બે લોકોને બહાર કાઢ્યા હતા. જોકે, આ સમગ્ર ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.




