VIDEO: અમદાવાદના લો ગાર્ડન પાસે પડ્યો ભૂવો, તંત્રએ તાત્કાલિક કામગીરી શરૂ કરી
અમદાવાદ શહેરમાં ફરી એકવાર ભૂવો પડવાની ઘટના સામે આવી છે. સ્માર્ટ સિટી તરીકે

અમદાવાદ શહેરમાં ફરી એકવાર ભૂવો પડવાની ઘટના સામે આવી છે. સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં લો ગાર્ડન પાસે અચાનક ભૂવો પડતા લોકોમાં ચિંતા જોવા મળી હતી. લો ગાર્ડનના મુખ્ય ગેટ નજીક ભૂવો પડતાં તંત્ર દ્વારા તાત્કાલિક બેરીકેટિંગ કરી કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે લો ગાર્ડનનો એક ગેટ પણ બંધ કરવામાં આવ્યો છે. હાલ તંત્રની ટીમ દ્વારા ભૂવાના સ્થળની તપાસ કરવામાં આવી રહી છે અને સમારકામની કામગીરી હાથ ધરાઈ છે.




