VIDEO: અમદાવાદના ગોમતીપુર શાકમાર્કેટ પાસે ઇલેક્ટ્રિક સબ-સ્ટેશન પર ચડેલા યુવકને બચાવાયો
અમદાવાદના ગોમતીપુર શાકમાર્કેટ પાસે એક યુવકે આપ

અમદાવાદના ગોમતીપુર શાકમાર્કેટ પાસે એક યુવકે આપઘાત કરવાના ઇરાદાથી ઇલેક્ટ્રિક સિટીના સબ-સ્ટેશન પર ચડી જવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સબ-સ્ટેશનના હાઇ-વોલ્ટેજ ક્ષેત્રમાં યુવક ચડી જતા આસપાસના વિસ્તારમાં ભારે હચમચ મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અધિકારીઓ અને રેસ્ક્યુ ટીમે ભારે જહેમત અને સમજાવટ બાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારવાની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરી હતી, જેના કારણે એક મોટો જીવબચાવ થયો છે.




