VIDEO: રાધનપુરમાં વરસાદે ખેતરો ડૂબાડ્યા
રાધનપુર તાલુકામાં પડેલા સતત ભારે વરસાદના કારણે અનેક ગામોના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. દેલાણા ગોતરકા રામેશ્વર

રાધનપુર તાલુકામાં પડેલા સતત ભારે વરસાદના કારણે અનેક ગામોના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. દેલાણા ગોતરકા રામેશ્વર દેગામ સહિતના વિસ્તારોમાં ખેતરો તળાવમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગવાર બાજરી જુવાર કપાસ સહિતના ખરીફ પાકોને ભારે નુકસાનની ભીતિ ઉભી થઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ 100થી વધુ ખેડૂતો અસરગ્રસ્ત થયા છે. લાંબા સમયથી ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે પાક સડી જવાની શક્યતા વધી છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક સર્વે કરી નુકસાનીનું મૂલ્યાંકન યોગ્ય વળતર અને પાણીના નિકાલ માટે તંત્ર પાસે માંગ કરવામાં આવી છે. આગામી વરસાદથી નુકસાન વધવાની પણ ચિંતા વ્યક્ત કરાઈ છે.



