મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: તુથુકુડીમાં 24 કલાકથી વરસી રહ્યો છે ધોધમાર વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

તમિલનાડુના દરિયાકાંઠાના શહેર તુથુકુડી અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અચાનક બદલાયેલ

તમિલનાડુના દરિયાકાંઠાના શહેર તુથુકુડી અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અચાનક બદલાયેલા હવામાનને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ સાથે જ જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે કારણ કે સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સતત વરસી રહેલા આ વરસાદને કારણે વીજ પુરવઠો પણ કેટલાક વિસ્તારોમાં ખોરવાયો છે, જેને પૂર્વવત કરવાના પ્રયાસો ચાલુ છે. 

આ સમાચાર શેર કરો