મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, બફારામાંથી મળી રાહત

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદના અનેક વિસ્તાર

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને રાહત મળી હતી. 

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું અને તાપમાનમાં પણ વધારો થયો હતો જેના પગલે ભારે ઉકળાટ અને બફારાથી લોકો કંટાળી ગયા હતા ત્યારે આજે બપોર બાદ વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઈવે, શિવરંજની, ઈસ્કોન, થલતેજ, બોપલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ સિવાય પૂર્વ વિસ્તારમાં નરોડા, કોતરપુર, એરપોર્ટ, સરદારનગર, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડિયા, સીટીએમ, વસ્ત્રાલ, નિકોલ, રામોલ, ગોમતીપુર, સરસપુર, ખોખરા, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી

26 સપ્ટેમ્બર: ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી. 

27 સપ્ટેમ્બર: વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ડાંગ, નવસારી, તાપી, અમરેલી, ભાવનગર.

28 સપ્ટેમ્બર: સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ. 

આ સમાચાર શેર કરો