મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: વિજયના શપથ સમારોહમાં રાહુલ ગાંધી આપશે હાજરી, બંને વચ્ચે 17 વર્ષ જુની ગાઢ મિત્રતા 

તમિલનાડુના ચેન્નાઈમાં સીએમ પદના શપથ સમારોહમાં રાહુલ ગાંધ

તમિલનાડુના ચેન્નાઈમાં સીએમ પદના શપથ સમારોહમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેવાના છે. બીજી તરફ ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસે અભિનેતામાંથી નેતા બનેલા જોસેફ વિજયની પાર્ટી ટીવીકે ને સમર્થન જાહેર કર્યું છે. આ ગઠબંધન પાછળ રાહુલ ગાંધી અને વિજય વચ્ચેના ૧૭ વર્ષ જૂના ગાઢ સંબંધો મુખ્ય કારણ છે. ૨૦૦૯માં જ્યારે વિજય સ્ટારડમની ઊંચાઈ પર હતા અને રાહુલ ગાંધી રાજકારણમાં નવા હતા, ત્યારથી બંને વચ્ચે મિત્રતા છે. ૨૦૨૪માં વિજયે સત્તાવાર રીતે રાજકીય પક્ષની સ્થાપના કરી તે પહેલા જ કોંગ્રેસી નેતાઓ તેમને વૈચારિક રીતે પાર્ટી સાથે જોડાયેલા માનતા હતા. આ જૂની મૈત્રી હવે તામિલનાડુના રાજકીય સમીકરણોમાં નિર્ણાયક વળાંક લાવી રહી છે.

આ સમાચાર શેર કરો