મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાધનપુર: સર્વિસ રોડ બન્યો તળાવ!

છેલ્લા ૧૦ દિવસથી રાધનપુરનો મુખ્ય સર્વિસ રોડ વરસાદી પાણીમાં ગરકાવ છે. વરસાદ થંભ્યો પણ તંત્રની નિષ્ક્રિયતા થંભવાનું નામ

તસવીર: gstv

છેલ્લા ૧૦ દિવસથી રાધનપુરનો મુખ્ય સર્વિસ રોડ વરસાદી પાણીમાં ગરકાવ છે. વરસાદ થંભ્યો પણ તંત્રની નિષ્ક્રિયતા થંભવાનું નામ નથી લઈ રહી, ઢીંચણસમા ગંદા પાણી અને ખાડાને લીધે રોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ૧૫ સોસાયટીઓ, ૧૦ ગામો અને આદર્શ શાળાના ૧,૫૦૦ માસૂમ બાળકો આ નરકાગારમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. રજૂઆતો છતાં ઘોર નિંદ્રામાં ઝડપાયેલું તંત્ર ક્યારે જાગશે અને લોકોને આ હાલાકીમાંથી મુક્તિ અપાવાશે તે એક મોટો પ્રશ્ન છે.

આ સમાચાર શેર કરો