VIDEO: રાધનપુર: ઠાકોર સમાજનું છાત્રાલય વિવાદમાં, બાળકો ભૂખ્યા રહેવા મજબૂર
પાટણના રાધનપુરમાં આવેલું સદારામ બક્ષીપંચ કુમાર છાત્રાલય મોટા વિવાદમાં સપડાયું છે. અહીં

પાટણના રાધનપુરમાં આવેલું સદારામ બક્ષીપંચ કુમાર છાત્રાલય મોટા વિવાદમાં સપડાયું છે. અહીં પ્રમુખની મનમાની અને ભોજનની અત્યંત ખરાબ ગુણવત્તાને કારણે વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન છે. બાળકોનો આક્ષેપ છે કે તેમને જમવામાં માત્ર બે જ રોટલી આપવામાં આવે છે. આ અંગે બાળકોએ ફરિયાદ કરતાં આજે મોટી સંખ્યામાં વાલીઓ છાત્રાલયે દોડી આવ્યા હતા અને અસુવિધાઓના વીડિયો બનાવ્યા હતા. વિવાદ વધતાં જ છાત્રાલયના પ્રમુખ પોતાનો ફોન સ્વીચ ઓફ કરીને ફરાર થઈ ગયા છે, જેને પગલે વાલીઓમાં ભારે રોષ છે.




