મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જોખમી રીતે દરવાજો કૂદી શાળામાં જતા વિધાર્થીઓની સુરક્ષા અંગે શિક્ષણ સમિતિ પર ઉઠ્યા સવાલ

વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વિધાર્થીઓની સુરક્ષા પર સવાલ ઉઠયા છે. વડોદરાના ફતેપુરામાં આવેલી વીર

વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વિધાર્થીઓની સુરક્ષા પર સવાલ ઉઠયા છે. વડોદરાના ફતેપુરામાં આવેલી વીર ભગત સિંહ પ્રાથમિક શાળામાં વિધાર્થીઓ જોખમી રીતે દરવાજો કૂદીને અંદર બહાર જતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.

સ્કૂલને તાળું હોવાથી વિદ્યાર્થીઓ સ્કૂલમાં કૂદીને જવા માટે મજબુર બન્યા છે જેને લઈને સમિતિની પ્રાથમિક શાળાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ગરીબ બાળકો સાથે અભ્યાસના નામે અન્યાય કરતા તંત્રનો વધુ એક પુરાવો સામે આવ્યો છે.  તેના કારણે બાળ માનસિકતા પર કેવી અસરો કારણે પડશે તે ચર્ચાનો વિષય બન્યો છે. શાળા ચાલુ હોવા છતાં કેમ તાળું રાખવામાં આવ્યું છે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો : VIDEO: વડોદરામાં પરિવારે માનવતા દાખવી, બ્રેઈન ડેડ યુવકનું અંગદાન કરી અન્યના જીવમાં પ્રાણ પૂર્યો

આટલા ઊંચા દરવાજા પરથી બાળકો અવરજવર કરતા હોય અને ન કરે નારાયણ અને વિધાર્થીઓ સાથે  કોઈ મોટી દુર્ઘટના થાય તો તેની જવાબદારી કોની? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન બાળકોને સુરક્ષા માટે ક્યારે ગંભીરતાથી વિચારશે તે હવે જોવું રહ્યું.

આ મામલે વડોદરાની તમામ શાળાઓની જવાબદારીનો હવાલો સંભાળતા શિક્ષણ સમિતિના ચેરમેન નીશિધ દેસાઈનો રૂબરૂ સંપર્ક કર્યો હતો. આ બાબતે તેમણે વિધાર્થીઓની સુરક્ષાથી વધુ શાળાના પ્રિન્સિપાલનો બચાવ કરતા જનમાનસમાં આશ્ચર્ય પ્રસર્યુ છે.

આ સમાચાર શેર કરો