VIDEO: અપશબ્દો ના બોલવાનું કહેતા મંદિરના પૂજારી સાથે જાહેરમાં મારામારી, જુઓ CCTV
અમદાવાદમાંથી ફરી મારામારીની ઘટના સામે આવી રહી છે. શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ ય
અમદાવાદમાંથી ફરી મારામારીની ઘટના સામે આવી રહી છે. શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ યથાવતરુપે જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના એલીસબ્રીજ વિક્ટોરિયા ગાર્ડન પાસે આ મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં મંદિરમાં પૂજારી અને પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. અપશબ્દો ના બોલવાનું કહેતા મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં મંદિરના પૂજારીને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના પાસેના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મારામારીની ઘટનાને મામલે ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદમાં મંદિરના પુજારીએ કોર્પોરેશન અને બિલ્ડરના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી હતી
અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આવાસ યોજનામાં મંદિર તોડી પાડવા માટે કોર્પોરેશન અને બિલ્ડર દ્વારા સતત ત્રાસ આપવામાં આવ્યાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો હતો જેને પગલે પુજારીએ આત્મહત્યા કરી હતી. પોલીસ તપાસમાં મંદિરના પૂજારીની ત્રણ પાનાની સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી, તેમાં તેમણે મંદિર બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને તેમને ત્રાસ આપવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.




