VIDEO: દેહવ્યાપારના કુટણખાનાનો પર્દાફાશ: રાજકોટ ગ્રામ્ય AHTU ની ટીમે બે શખ્સોને ઝડપ્યા
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ખાનગી ગેસ્ટ હાઉસમાં ચાલતા અ

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ખાનગી ગેસ્ટ હાઉસમાં ચાલતા અનૈતિક દેહવ્યાપારના કાળા કારોબારનો રાજકોટ ગ્રામ્ય પોલીસની AHTU (એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ) ટીમ દ્વારા સફળ પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મળેલી બાતમીના આધારે વીરપુરના ચામુંડા ચોક પાસે આવેલ ખોડીયાર ગેસ્ટ હાઉસ પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં બહારથી મહિલાઓને બોલાવીને ગ્રાહકોને અનૈતિક પ્રવૃત્તિ માટે રૂમ પૂરા પાડવામાં આવતા હતા. આ મામલે પોલીસે ગેસ્ટ હાઉસના માલિક અને સંચાલક સહિત નિલેશભાઈ પરસોતમભાઈ ગુજરાતી અને અજયભાઈ માધુભાઈ ભટી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ જપ્ત કરી પીટા એક્ટ હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.




