VIDEO: કચ્છમાં પૂર્વ પોલીસ દ્વારા NDPS આરોપીની મિલકત જપ્ત
પૂર્વ કચ્છ પોલીસે NDPS કેસમાં મોટી કાર્યવાહી કરીને મૂળ બિહારના અને અંજારના વરસામેડીમાં રહેતા આરોપી પ

પૂર્વ કચ્છ પોલીસે NDPS કેસમાં મોટી કાર્યવાહી કરીને મૂળ બિહારના અને અંજારના વરસામેડીમાં રહેતા આરોપી પિન્ટુ યાદવની બાવીસ લાખ એકત્રીસ હજાર રૂપિયાની મિલકત જપ્ત કરી છે. માદક પદાર્થોની હેરાફેરીની ગેરકાયદેસર આવકમાંથી આ મિલકત વસાવાઈ હોવાનું સામે આવતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. મુંબઈની કોમ્પિટન્ટ ઓથોરિટીએ મિલકત જપ્ત કરવાનો હુકમ કર્યો છે, જેમાં રહેણાક મકાન ઉપરાંત એક કાર અને બે દ્વિચક્રી વાહનો પણ સામેલ છે. આરોપી સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયા હતા અને વર્ષ ૨૦૨૦માં PIT NDPS હેઠળ પણ કાર્યવાહી થઈ હતી. પૂર્વ કચ્છ પોલીસની મજબૂત પુરાવા સાથેની દરખાસ્ત ઓથોરિટીએ માન્ય રાખી છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં પોલીસ યુનિટ દ્વારા થયેલી આ પ્રકારની આ પ્રથમ કાર્યવાહી છે.




