VIDEO: કચ્છમાં વરસાદ ખેંચાતાં મગફળીનો પાક સુકાવા લાગ્યો: ખેડૂતો ચિંતિત
કચ્છ જિલ્લામાં એક મહિનાથી વરસાદ ન પડતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. મોંઘા બિયારણ અને ખાતરના

કચ્છ જિલ્લામાં એક મહિનાથી વરસાદ ન પડતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. મોંઘા બિયારણ અને ખાતરના ખર્ચે કરાયેલ મગફળીનું વાવેતર જમીનની ગરમીના કારણે અંદાજે ૨૦ ટકા જેટલું સુકાવા લાગ્યું છે. જો આગામી ૧૫ દિવસમાં વરસાદ નહીં પડે, તો ૫૦ ટકા સુધી પાક નિષ્ફળ જવાની અને એકર દીઠ ૪૦ હજારનું નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતો હવે સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી રાહત પેકેજ આપવાની માંગ કરી રહ્યા છે.




