મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મનપસંદ જીમખાના કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત છ સામે પાસા હેઠળ કાર્યવાહી

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં કુખ્યાત મનપસંદ જીમખાનાના સંચ

તસવીર: gstv

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં કુખ્યાત મનપસંદ જીમખાનાના સંચાલક ગોવિંદ ઉર્ફે ગામો ખોડીદાસ પટેલ સહિત છ આરોપીઓ સામે પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી છે. ગત 3 ઓગસ્ટ 2026ના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગર દ્વારા મનપસંદ જીમખાના ખાતે જુગારધારા અંગે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા બાદ મુખ્ય સૂત્રધાર ગોવિંદ પટેલ સહિત જુગાર રમાડવાના આરોપમાં ગુનો નોંધાયો હતો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના આદેશ બાદ PCBએ અલગ-અલગ ટીમો બનાવી ગોવિંદ પટેલ, કિશોર પઢીયાર, નારાયણ રાવલ સહિત છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પાસા હુકમની બજવણી બાદ આરોપીઓને રાજકોટ, વડોદરા, ભુજ અને સુરતની અલગ-અલગ જેલમાં મોકલવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો