VIDEO: અમદાવાદમાં પ્રી-નવરાત્રી ઉત્સાહ: બાલિકાઓએ માતાજીના વિવિધ સ્વરૂપો ધારણ કરી કરી પૂજા
શક્તિ, ભક્તિ અને આરાધનાના મહાપર્વ નવરાત્રીને લઈને ચારેય તરફ ઉત્સાહનો માહોલ

શક્તિ, ભક્તિ અને આરાધનાના મહાપર્વ નવરાત્રીને લઈને ચારેય તરફ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તહેવાર પહેલા યોજાઈ રહેલી પ્રી-નવરાત્રી અંતર્ગત અમદાવાદની એક શાળામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બાલિકાઓ હતી, જેઓ માતાજીના વિવિધ સ્વરૂપોમાં સજીને આવી હતી. તેમની પૂજા કરી આરતી ઉતારવામાં આવી હતી અને માતાજીના વિવિધ સ્વરૂપોની સુંદર પ્રસ્તુતિ કરાઈ હતી. આ અદભુત માહોલમાં નાના-મોટા સૌ કોઈ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા.




