મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં નવરાત્રિ ગરબા માટે પોલીસનો માસ્ટર એક્શન પ્લાન, ૧૪ હજાર જવાન સજ્જ

૧૧ થી ૧૯ ઓક્ટોબર દરમિયાન યોજાનારા નવરાત્રિ મહોત્સવને લઈને અમદાવાદ શહેર પોલી

તસવીર: gstv

૧૧ થી ૧૯ ઓક્ટોબર દરમિયાન યોજાનારા નવરાત્રિ મહોત્સવને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ખાસ એક્શન પ્લાન જાહેર કર્યો છે. શહેરમાં ૮૪ કોમર્શિયલ ગરબાને ફાયર NOC બાદ મંજૂરી અપાશે, જ્યારે તેરસો સ્થળોએ શેરી ગરબા યોજાશે. ૫૦૦ સિનિયર અધિકારીઓના નેતૃત્વ હેઠળ ૧૪ હજાર પોલીસ જવાનો, સીસીટીવી કેમેરા, એન્ટી નાર્કોટિક્સ કીટ અને ટ્રેડિશનલ ડ્રેસમાં 'શી ટીમ' મહિલાઓની સુરક્ષા માટે તહેનાત રહેશે. મહિલાઓ ૧૮૧ પર કૉલ કરીને તાત્કાલિક મદદ મેળવી શકશે. વાહન વ્યવહાર સુચારુ રાખવા ડાઇવર્ઝન અને યોગ્ય પાર્કિંગની અપીલ કરાઈ છે. આ ઉપરાંત ઓનલાઇન બોગસ પાસ અને ફ્રોડ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે.સમગ્ર અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસ સાથે મળીને ગરબા મહોત્સવને સુરક્ષિત અને શાંતિપૂર્ણ બનાવવા સંપૂર્ણપણે સજ્જ છે.

આ સમાચાર શેર કરો