મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પ્રાંતિજના રહીશોએ સતત બીજા દિવસે નેશનલ હાઇવે 48 કર્યો ચક્કાજામ, પોલીસે કરી અટકાયત

સાબરકાંઠા: પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે રહીશોએ સતત બીજા દિવસે નેશનલ હાઇવે

સાબરકાંઠા: પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે રહીશોએ સતત બીજા દિવસે નેશનલ હાઇવે ૪૮ ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામ કરતા અમદાવાદ - હિંમતનગર નેશનલ હાઇવે ભારે ટ્રાફિક સર્જાયો હતો. સતત બીજા દિવસે પણ નેશનલ હાઇવે-૪૮ ચક્કાજામ કરવામાં આવ્યો હતો. સામાજિક કાર્યકર અનીલ પટેલ રસ્તા વચ્ચે ખાટલો નાંખીને બેસી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ રસ્તા પણ  ઉપર આવી ચક્કાજામ કર્યુ હતું.

જો કે ચક્કાજામના દ્રશ્યો સર્જાતા પોલીસે ધટના સ્થળે પહોચી ટ્રાફિક ખુલ્લો કરાયો હતો. પોલીસ દ્રારા રસ્તા વચ્ચે ખાટલો નાંખીને બેઠેલ સામાજિક કાર્યકર અનીલ પટેલની ખાટલા સાથે કરી અટકાયત કરી હતી.

ગઈકાલે પણ પ્રાંતિજ ખાતે નેશનલ હાઇવે-૪૮ બંધ કરવામાં આવ્યો હતો. પ્રાંતિજ નવાધરા ન્યુ પટેલ કોલોનીના રહીશો દ્રારા ડસ્ટ ઉડતા રોડ બંધ કર્યો હતો. નેશનલ હાઇવે-૪૮ બંધ કરતા એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો. હિંમતનગર તરફ જતો નેશનલ હાઇવે બંધ થતા ટ્રાફિક જામ સર્જાયો હતો. એક બાજુ રોડ ખાડા ખડીયાવાળો અને બીજી બાજુ રસ્તો બંધ કરતા અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાતા પરેશાન થયા હતા. ડસ્ટ ઉડવાને લઈને સોસાયટીના ચાર જેટલા બાળકો બિમાર પડતા રહીશોએ રસ્તો બંધ કર્યો હતો. પાસે બની રહેલ ઓવરબ્રીજનું કામ છેલ્લા ત્રણ વર્ષથી બંધ હોય ચાલુ કરવા પણ માગ કરી હતી.

આ સમાચાર શેર કરો