મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: દેશના 9 રાજ્યોમાં વીજળીની ભારે અછત, કેન્દ્ર પાસે માંગી મદદ, પાવર કાપની શક્યતા

સોર્સ: gstv

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના સંકટ બાદ હવે વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં મોટું વીજ સંકટ તોળાઈ રહ્યું છે. કોલસાથી વીજળીનું ઉત્પાદન વધવા છતાં વધતી માંગ સામે પુરવઠો પહોંચી રહ્યો નથી, જેના કારણે દેશના 9 જેટલા રાજ્યોમાં વીજ અછત વર્તાઈ રહી છે.  મીડિયા રિપોર્ટ્સ મુજબ સપ્ટેમ્બર 2026માં ભારતમાં વીજળીની ઘટ વધીને 56 કરોડ યુનિટ થઈ ગઈ છે, જે ઓગસ્ટ 2023 પછીની સૌથી મોટી વીજ કટોકટી માનવામાં આવે છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે અસરગ્રસ્ત રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસે વધારાની વીજળી આપવા તાકીદ કરી છે. દેશના મુખ્ય રાજ્યો જેવા કે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને દિલ્હીમાં વીજળીની નોંધપાત્ર ઘટ જોવા મળી રહી છે. ખાસ કરીને મોડી રાત્રિના સમયે જ્યારે માંગ વધે છે ત્યારે અછત ટાળવા માટે રાજ્યો વધારાની વીજળી મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. દિવસ દરમિયાન સોલાર પાવરનો ટેકો મળી રહે છે, પરંતુ રાત્રે માંગ વધારે હોવાથી ગ્રીડ પર દબાણ વધી જાય છે.

આ સમાચાર શેર કરો