મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: રાવણ દહન બાદ પીએમ મોદીનો પ્રચંડ હૂંકાર! દેશના ૩ સૌથી મોટા દુશ્મનોના નામ લઈને આપી સીધી ચેતવણી!

સોર્સ: gstv

દિલ્હીના આઈપી એક્સટેન્શન સ્થિત ડીડીએ ઉત્સવ ગ્રાઉન્ડમાં દશેરા સમારોહ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ સામેના પડકારો અને દુશ્મનો સામે મળીને લડવાનો સંદેશ આપ્યો છે. રાવણ દહન બાદ પોતાના સંબોધનમાં તેમણે ત્રણ એવા દુશ્મનોનો ઉલ્લેખ કર્યો, જે દેશની એકતા, માન-સન્માન અને સંસ્કૃતિ સાથે જોડાયેલા છે.

રાવણ દહન મુદ્દે PMનું સંબોધન

વિજયા દશમીના પ્રસંગે વડાપ્રધાન મોદીએ રાવણ દહન કર્યું અને દેશવાસીઓને દશેરાની શુભકામનાઓ પાઠવી. તેમણે જણાવ્યું કે, વિજયા દશમી અધર્મ પર ધર્મના વિજયનું પ્રતિક છે, અને ભગવાન રામના આદર્શો પર ચાલવાની પ્રેરણા આપે છે. તેમણે રામ રાજ્યનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રામ રાજ્યનો અર્થ એવું શાસન છે, જ્યાં કોઈની સાથે ભેદભાવ ન થાય, સૌને ન્યાય મળે અને દરેક વ્યક્તિને આગળ વધવાની સમાન તક મળે.

પીએમ મોદીએ દર્શાવ્યા દેશના ત્રણ મુખ્ય દુશ્મન

દેશના માન-સન્માનને નુકસાન પહોંચાડતી તાકાતો

સમાજમાં કૂટ અને વિભાજન ઊભું કરનારા લોકો

ભારતીય સંસ્કૃતિ પ્રત્યે નફરત ધરાવતી માનસિકતા

આ એવા મુખ્ય પડકારો છે, જેનો સામનો દેશવાસીઓએ એકજુટ થઈને કરવો પડશે.

જનકલ્યાણ અને આત્મનિર્ભર ભારત પર ભાર

પીએમ મોદીએ યાદ અપાવ્યું કે, રામ રાજ્યમાં સત્તાનો મુખ્ય હેતુ જનકલ્યાણ છે, જ્યાં ગરીબો અને વંચિતોની સેવાને પ્રાથમિકતા આપવામાં આવે છે. તેમણે વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સામૂહિક પ્રયાસો, મહેનત અને દેશના પોતાના સાધનો પર ભરોસો રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ સમાચાર શેર કરો