મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લુણાવાડામાં રાતોરાત લાગેલા પોસ્ટરોએ રાજકીય ગરમાવો વધાર્યો, સ્થાનિક તંત્રમાં દોડધામ

મહિસાગરના લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર-૫ની ચૂંટણી મતદાનના આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્

મહિસાગરના લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર-૫ની ચૂંટણી મતદાનના આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ફુવારા ચોક વિસ્તારમાં રાતોરાત લાગેલા રહસ્યમય પોસ્ટરોએ રાજકીય ગરમાવો વધાર્યો છે. દીવાલો પર "ખોટી લુખ્ખાગિરી અને દાદાગીરીનો અંત લાવો" તથા "અન્યાયનો અંત લાવો" તેવા લખાણવાળા પોસ્ટરો જોવા મળતા સ્થાનિક તંત્ર દોડતું થયું છે.

આચારસંહિતાના અમલ વચ્ચે જાહેર સ્થળો પર આવા પોસ્ટરો કોણે લગાવ્યા તે તપાસનો વિષય બન્યો છે, ત્યારે સ્થાનિકો દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ કરી જવાબદારોની ઓળખ કરવાની માંગ કરવામાં આવી રહી છે..

આ સમાચાર શેર કરો