મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : મુખ્યમંત્રીના વખાણ કરવા જતા પોરબંદરના MLA અર્જુન મોઢવાડીયાએ ભાંગરો વાટ્યો, જુઓ શું કહ્યું

પોરબંદરના MLA અર્જુન મોઢવાડીયા મુખ્યમંત્રીના વખાણ કરવા જતા પોતે ભરાઈ ગયા છે.

પોરબંદરના MLA અર્જુન મોઢવાડીયા મુખ્યમંત્રીના વખાણ કરવા જતા પોતે ભરાઈ ગયા છે. ઉપલેટાના પ્રાસલા ખાતેના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી મંચ પર બેઠા હતા, એ દરમિયાન MLA અર્જુન મોઢવાડીયાએ હિન્દીમાં સંબોધન કર્યું હતું. જો કે આ સંબોધનમાં તેઓ મુખ્યમંત્રીના વખાણ કરવા જતા તેમણે ભાંગરો વાટ્યો છે. તેમણે મંચ પરથી કહ્યું કે મારી જેવા ઘણા મેન ઓફ વર્ડ હોઈ છે.જે બોલવામાં માહિર હોય છે, પરતું કામ નથી  કરતા. આમ પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ મંચ પરથી સ્વીકાર્યું કે કામ નથી કરતા પરતું બોલવામાં માહિર છીએ. હાલ પોરબંદરમાં આંદોલન ચાલી રહ્યા છે ત્યારે આ સત્ય હકીકત તેમના મોઢેથી જ સાંભળવા મળી છે. 

આ સમાચાર શેર કરો