VIDEO: બંગાળમાં રાજકીય હિંસા ચરમસીમાએ; 24 કલાકમાં ભાજપ અને TMCના 2-2 કાર્યકરોની હત્યા
પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથન
પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના કોલકાતાના મધ્યમગ્રામ વિસ્તારની છે.ચંદ્રનાથ સફેદ રંગની સ્કોર્પિયોમાં સવાર હતા, ત્યારે બાઇક સવાર હુમલાખોરોએ તેમના વાહનને રોક્યું અને નજીકથી 4-5 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ગોળી રથના છાતીમાં વાગી. ત્યારબાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. રથને તાત્કાલિક નજીકના નર્સિંગ હોમ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા. તેમની હત્યાનો આરોપ ટીએમસીના કાર્યકરો પર લગાવવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 4 લોકોની હત્યા થઈ. તેમાં ભાજપ અને TMCના 2-2 કાર્યકરો છે.



