VIDEO: પુડુચેરીમાં રાજકીય ગરમાવો! ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં બેઠકમાં LJK અને અપક્ષ ઉમેદવારની હાજરી
પુડુચેરીમાં ચૂંટણી પરિણામો બાદ રાજકીય ગરમાવો જોવા મળી
પુડુચેરીમાં ચૂંટણી પરિણામો બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં હાઈપ્રોફાઈલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના પ્રભારી નિર્મલ કુમાર સુરાના અને ગૃહમંત્રી એ. નમસ્સીવાયમ હાજર રહ્યા હતા. ખાસ વાત એ છે કે, કામરાજ નગરથી વિજેતા LJK ઉમેદવાર જોસ ચાર્લ્સ માર્ટિન અને શંકરાપુરમથી અપક્ષ વિજેતા વિગ્નેશ આર. પણ આ બેઠકમાં જોડાયા હતા. ગઠબંધનની સરકાર મજબૂત કરવા અને આગામી રણનીતિ નક્કી કરવા માટે આ બેઠક અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે.




