VIDEO: છોટાઉદેપુરની પાણેજ બેઠક પર ભાજપના શિસ્તભંગના પગલાથી રાજકીય ગરમાવો, બળવાખોર અપક્ષ ઉમેદવારને કર્યા સસ્પેન્ડ
છોટાઉદેપુર જિલ્લાના પાણેજ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના શિસ્તભંગના પગલાથી રાજક
છોટાઉદેપુર જિલ્લાના પાણેજ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના શિસ્તભંગના પગલાથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે, જેમાં ભાજપના બળવાખોર અપક્ષ ઉમેદવાર હેમરાજસિંહ મહારાઉલજીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગત ટર્મમાં પાણેજ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન હતું અને હેમરાજસિંહના પત્નીએ પાંચ વર્ષ સુધી ભાજપના મેન્ડેટ સાથે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેમ છતાં, ચાલુ ચૂંટણીમાં પક્ષ સામે બગાવત કરી અપક્ષ ઉમેદવારી નોંધાવતા સસ્પેન્ડ કરાયા છે.


