Video: જૂનાગઢમાં પોલીસકર્મી પતિની અટકાયત કરાઇ, પત્નીને આત્મહત્યા કરવા કરી હતી મજબૂર

જૂનાગઢમાં પત્નીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર પોલીસકર્મી પતિની અટકાયત કરવામાં આવી

જૂનાગઢમાં પત્નીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર પોલીસકર્મી પતિની અટકાયત કરવામાં આવી છે. મૃતક પરિણીતાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તુરંત કાર્યવાહી કરીને આરોપી પોલીસકર્મી આશિષ દયાતરને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે. 

પરિણીતાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી

જૂનાગઢમાં પત્નીની આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના ગંભીર આક્ષેપ સાથે એક પોલીસકર્મીની અટકાયત કરવામાં આવી છે. પોલીસકર્મી આશિષ દયાતરની પત્ની ભાવીશાબેને પોતાના પીયર ખાતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મૃતક મહિલાના પિતાએ આશિષ દયાતર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમના જમાઈને અન્ય મહિલાઓ સાથે આડા સંબંધો હતા.

જાહેરાત

પોલીસકર્મી પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો 

આ બાબતે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આશિષ દયાતર પોતાની પત્ની ભાવીશાબેનને ઢોર માર મારીને માનસિક ત્રાસ આપતો હતો, જેનાથી કંટાળીને ભાવીશાબેને આ અંતિમ પગલું ભર્યું હતું. આ ગંભીર ફરિયાદના આધારે ચોરવાડ પોલીસે તુરંત કાર્યવાહી કરીને આરોપી પોલીસકર્મી આશિષ દયાતરને સકંજામાં લીધો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત