મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વલસાડ શહેરમાં ઘોંઘાટ કરતી બુલેટ પર પોલીસની તવાઈ

વલસાડ શહેરમાં મોડીફાઇડ બુલેટ અને ઘોંઘાટ કરતા સાઇલેન્સર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં નિયમોનો

તસવીર: gstv

વલસાડ શહેરમાં મોડીફાઇડ બુલેટ અને ઘોંઘાટ કરતા સાઇલેન્સર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં નિયમોનો ભંગ કરી ફરતી બુલેટ સામે પોલીસની લાલ આંખ જોવા મળી રહી છે. વલસાડ શહેર પોલીસે કાર્યવાહી દરમિયાન પાંચ મોડીફાઇડ બુલેટ કબજે કરી છે. પોલીસની કાર્યવાહીથી મોડીફાઇડ બુલેટ ચલાવતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો