મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં માથાભારે શિવરાજસિંહ ઝાલા સાથે પોલીસે કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી પાસેથી જાહેરમાં મંગાવી માફી

સુરતના ભાઠેના વિસ્તારમાં કાપડ વેપારી પાસેથી 1 લાખ 20 હજાર રૂપિયાની ખંડણી માંગનાર માથાભારે શિ

સુરતના ભાઠેના વિસ્તારમાં કાપડ વેપારી પાસેથી 1 લાખ 20 હજાર રૂપિયાની ખંડણી માંગનાર માથાભારે શિવરાજસિંહ ઝાલાને સલાબતપુરા અને SOG પોલીસે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. ત્યારબાદ તેને સ્થાનિક વિસ્તારમાં વરઘોડે કાઢીને લોકો સમક્ષ હાથ જોડી માફી મંગાવવામાં આવી હતી.

રિકન્સ્ટ્રક્શન દરમિયાન શિવા ઝાલા લંગડાતી હાલતમાં જોવા મળ્યો હતો. SOG પોલીસે સ્થાનિકોને અપીલ કરી છે કે શિવરાજસિંહ ઝાલા કોઈને ત્રાસ આપે કે ધમકી આપે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. આ કાર્યવાહીથી વિસ્તારમાં રાહતનો માહોલ સર્જાયો છે.

આ સમાચાર શેર કરો