મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં પોલીસની પ્લેટ લગાવી કારમાં ચાલતી હતી દારુપાર્ટી, લોકોએ ઝડપ્યા અને પછી થઈ જોવા જેવી

સુરતમાં દારૂ પીવા માટે પીધેલાઓ અવનવા રસ્તા અપનાવતા હોય છે. ત્યારે સરથાણા પોલીસ સ્ટેશન

સુરતમાં દારૂ પીવા માટે પીધેલાઓ અવનવા રસ્તા અપનાવતા હોય છે. ત્યારે સરથાણા પોલીસ સ્ટેશનના હદ્દ વિસ્તારમાં આવતાં વાલક પાટિયા ખાતે કારમાં દારૂની મિજબાની માણતા બે ઝડપાયા હતાં. કારમાં દારૂ પીનારા આ બન્નેએ કારની આગળ પોલીસની પ્લેટ લગાવી હતી. સાથે જ કારમાં પણ નંબર પ્લેટ પણ નહોતી.

કારમાંથી નશાનો સામાન મળ્યો

લોકો સામે પીને રોફ જમાનવનારા બન્નેએ રૂપિયાની પણ માગ કરી હતી. જેથી લોકોએ આ બન્ને ઈસમોનો વીડિયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. જેમાં કારના દરવાજામાં બિયરના ટીન મળી આવ્યા હતાં. સાથે જ થમ્સ અપની બોટલમાં પણ દારૂ મળી આવ્યો હતો. જેથી બન્ને વિરુદ્ધ કન્ટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો.

બે ગુના દાખલ

પીધલાઓમાંથી એક જયપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને મેહુલ ઉર્ફે મુન્નો શાદુર સાંબડ તરીકે બહાર આવ્યું હતું. આ બંને શખ્સ કારની લે-વેચ સાથે સંકળાયેલાં હતા. આ બન્ને સ્થળ પરથી નાસી ગયાં હતાં. જો કે, બાદમાં વીડિયોના આધારે બન્નેને ઝડપી લેવામાં આવ્યા છે.પોલીસ તેમની વિરૂદ્ધ રેસ ડ્રાઇવિંગ, પોલીસની ઓળખનો ખોટો ઉપયોગ કરવા બદલ એમ બે ગુના નોંધ્યા છે. 

આ સમાચાર શેર કરો