VIDEO: જેલમાં આરોપીના વાયરલ વીડિયો મામલે પોલીસનો ખુલાસો
અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનના લૉકઅપમાંથી વીડિયો વાયરલ થવાના મામલે પોલીસે મોટો ખુલા

અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનના લૉકઅપમાંથી વીડિયો વાયરલ થવાના મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ મારામારીના ગુનામાં પકડાયેલા સાજીદ આફ્રિદી ઉર્ફે અબ્દુલ મન્નન અંસારી એ માનસિક અસ્થિર યુવકના મોબાઇલનો ઉપયોગ કરી વીડિયો બનાવ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે ધાક-ધમકી અને અશ્લીલ શબ્દોના ઉપયોગનો ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વીડિયોમાં દર્શાવાયેલી ગોળી ઊંઘની દવા હતી.




