VIDEO: માણાવાદર ધારાસભ્યએ લગાવેલા આક્ષેપો સામે પોલીસનો લૂલો બચાવ...!, જાણો શું છે મામલો
જુનાગઢ જિલ્લાના માણવદરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ધારાસભ્ય
જુનાગઢ જિલ્લાના માણવદરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ધારાસભ્ય અને પોલીસ વચ્ચે વિવાદ વધુ વકર્યો છે. માણાવદરના ધારાસભ્યએ પોલીસ પર લગાવેલા આરોપોને DYSP કોડીયાતરે પાયાવિહોણા ગણાવ્યા છે. DYSPએ જણાવ્યું કે બાંટવા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. દરોડા પાડીને ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી દારૂ અને જુગારના મામલાઓમાં સખ્ત વલણ અપનાવવાના ભાગ રૂપે કરવામાં આવી છે. ધારાસભ્યને આ મામલે ખોટી માહિતી આપવામાં આવી હોવાનું DYSPએ જણાવ્યું હતું.
ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને તેમના સમર્થકો માણાવદર પોલીસ સ્ટેશન સામે ધરણાં પર બેઠા છે. લાડાણીએ આક્ષેપ કર્યા છે કે, પોલીસ અધિકારીઓ હપ્તા લઈને હરતી ફરતી ક્લબ ચલાવાની મંજૂરી આપી રહ્યા છે. ક્લબના કારણે યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે.
જૂનાગઢમાં ભાજપના જ ધારાસભ્યએ પોલીસ સામે ગંભીર આક્ષેપ મૂક્યા છે, ત્યારે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે ધારાસભ્યએ નિષ્પક્ષ તપાસ અને જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોલીસ પરના ગંભીર આક્ષેપ મામલે યોગ્ય તપાસના આદેશ આપ્યા હોવાનું સામે આવ્યું છે.







