VIDEO: ખંભાળીયામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે પોલીસની કડક કાર્યવાહી: 50 વાહનો ડિટેઇન
દ્વારકાના ખંભાળીયામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે પ

દ્વારકાના ખંભાળીયામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે પોલીસ દ્વારા સંયુક્ત ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી. LCB, SOG, ખંભાળીયા પોલીસ સ્ટેશન અને જિલ્લા ટ્રાફિક શાખાની ટીમોએ કુલ 50 વાહનો ડિટેઇન કર્યા. ટ્રાફિક નિયમોના ભંગ બદલ 77 કેસ નોંધવામાં આવ્યા, જ્યારે સ્થળ દંડ પેટે 36 હજાર 300 રૂપિયાનો દંડ વસૂલાયો. આ ઉપરાંત પોલીસને 5 બિનવારસુ મોટરસાયકલ પણ મળી આવી. ટ્રાફિકને અડચણરૂપ વાહનો સામે કાર્યવાહી કરીને 17 ઈ-ચલણ આપવામાં આવ્યા હતા.




