મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામ ખંભાળીયામાં તાવ અને ઉલ્ટીથી યુવતીનું કરુણ મોત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયામાંતાવ અને ઉલ્ટીથી યુવતીનું મોત થયુ છે... સંજયનગરમાં

તસવીર: gstv

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયામાંતાવ અને ઉલ્ટીથી યુવતીનું મોત થયુ છે... સંજયનગરમાં રહેતી ૨૬ વર્ષિય રેખાબેન હરીયાણી નામના મહિલાને અચાનક તાવ, ઝાડા, ઉલ્ટી અને પેટમાં દુખાવાની ગંભીર તકલીફ સર્જાઈ હતી. પરિસ્થિતિ વણસતા પરિવારજનોએ તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાંથી વધુ અને સઘન સારવારા માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતા. જોકે, ખાનગી હોસ્પિટલ પહોંચતાની સાથે જ વધુ સારવાર મળે તે પૂર્વે જ કમનસીબે યુવતીનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું,  પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને મૃતદેહને પી.એમ. અર્થે જનરલ હોસ્પિટલ ખસેડ્યો છે..

આ સમાચાર શેર કરો