મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગાયક કલાકાર વિજય સુવાળા સહિત 20 સામે પોલીસ ફરિયાદ, ભાગીદારને માર્યો હતો ઢોર માર

અમદાવાદમાં જાણિતા ગાયક કલાકાર અને ભાજપ નેતા વિજય સુવાળા સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, વિજય સુવાળાના ભાગીદ

અમદાવાદમાં જાણિતા ગાયક કલાકાર અને ભાજપ નેતા વિજય સુવાળા સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, વિજય સુવાળાના ભાગીદાર અને ભાજપના કાર્યકર દિનેશ દેસાઈએ ફરિયાદ નોંધાવી છે, જમીનની લેતી-દેતીમાં ડખ્ખો થતા દિનેશ દેસાઇને મારી નાખવાની ધમકી આપી હતી.

વિજય સુવાળા સહિત 20 લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ 

વિજય સુવાળા સહિત 20 લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. દિનેશ દેસાઈએ ગંભીર આરોપ લગાવ્યો છે કે વિજય સુવાળા  15-20 ગાડી લઈ હુમલો કરવા આવ્યા હતા.

જમીનના ડખ્ખામાં વિજય સુવાળાએ દિનેશ દેસાઇ સાથે મારા મારી કરી હતી, અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મારા-મારીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. આ મામલે હવે પોલીસ શું એક્શન લેશે તે હવે જોવાનું રહ્યું, વિજય સુવાળા થોડાક સમય અગાઉ જ ભાજપમાં જોડાયા હતા, તો બીજી તરફ દિનેશ દેસાઈ પણ ભાજપના જ કાર્યકર છે. 

આ સમાચાર શેર કરો