VIDEO: 31stની ઉજવણી પહેલા સુરત પોલીસે 250થી વધુ પ્યાસીઓ પકડ્યા, રાખવા માટે જગ્યા નાની પડી
થર્ટી ફર્સ્ટને ધ્યાને રાખીને સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. દારૂનો નશો કરનારાઓને ઝડપ
થર્ટી ફર્સ્ટને ધ્યાને રાખીને સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. દારૂનો નશો કરનારાઓને ઝડપી પાડવા માટે જાહેર માર્ગો અને વિવિધ વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જેમાં સુરતની ઝોન-4 પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં 30 ડિસેમ્બરની સાંજથી આજની સવાર સુધીમાં શહેરનાં 5 મુખ્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી 250થી વધુ દારૂના નશામાં ફરતા શખસોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ તમામને અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી બસમાં ભરીને પોલીસ પરેડ ગ્રાઉન્ડ લઈ જવાયા હતા.જોઇન્ટ પોલીસ કમિશનર કે. એન. ડામોરે જણાવ્યું કે, છેલ્લા એક અઠવાડિયામાં 56 બુટલેગર સામે પણ કડક પગલાં લેવાયાં છે. આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલશે, જેમાં મશીન દ્વારા નશાની તપાસ અને બુટલેગરો સામે દૃઢ કાર્યવાહી કરાશે.




