VIDEO: રાજકોટમાં સગીર પર હુમલો કરનારા આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો
રાજકોટમાં રૈયા ચોકડી વિસ્તારમાં બે દિવસ અગાઉ સગીર પર છરી વડે હુમલો થયો હતો. આ હુમલામાં ગાંધીગ્રામ પોલીસે
રાજકોટમાં રૈયા ચોકડી વિસ્તારમાં બે દિવસ અગાઉ સગીર પર છરી વડે હુમલો થયો હતો. આ હુમલામાં ગાંધીગ્રામ પોલીસે ચાર સગીર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. હાલમાં ચાલી રહેલા ગણેશ મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસે આરોપીઓની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કાયદાનો પાઠ ભણાવ્યો છે. ગાળો બોલવા બાબતે થયેલી બબાલમાં સગીર પર 4 સગીર સહિત 5 લોકોએ હુમલો કર્યો હતો. જેમાંથી પુખ્ત આરોપીને ઘટનાસ્થળે લઈ જઈને રિકન્ટ્રક્શન કરાવાયું હતું.
જાહેરાત







